Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

એશ્વર્યાનો લગ્ન બાદ પ્રથમ સાલ્સા ડાંસ

એશ અને અભિષેકે 2જી નવેમ્બરે એશના જન્મદિવસની ઉજવણી કરશે


એશ્વર્યા રાઇ ગત વર્ષે બચ્ચન પરિવારની લાડલી વહુ બની ગયા બાદ જાહેરમાં કોઈ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું નથી. પરંતુ હવે એશ આ માટે તૈયાર છે કારણ કે આ ગુરવારે એશ લગ્ન બાદ પહેલીવાર એક કાર્યક્રમમાં ડાન્સ પરફોર્મન્સ આપવાની છે, એ પણ "સાલ્સા" ડાન્સ. પરંતુ બિચારો અભિષેક... આ પરફોર્મન્સ જોવા અને પત્નીને ચીયર અપ કરવા માટે હાજર રહી શકશે નહી.

એશ અમિતાભ બચ્ચનની પૂત્રવધુ અને અભિષેકની રાણી બન્યાં બાદ જાહેરમાં માત્ર મ્યુઝિક રીલીઝ, લગ્ન સમારોહ અને અન્ય કાર્યોક્રમોમાં જ જોવા મળી રહી હતી પરંતુ હવે એશ લગ્નબાદ પહેલીવાર કોઈ જાહેર પરફોર્મન્સ કરતી જોવા મળશે.

એશ્વર્યાં મુંબઈના પરા વિસ્તારમાં આવેલી જે ડબલ્યુ મેરીયોટ હોટલમાં પોતાનું સાલ્સા ડાન્સનું પરફોર્મન્સ આપવાની છે. અભિષેકને એશનું આ લાઈવ પરફોર્મન્સ જોવાનો લ્હાવો મળશે નહીં.એશ એક બ્યુટી સોપની જાહેરાતમાં દેખાઈ રહી છે અને તેની નવી પ્રોડક્ટની શ્રેણીના લોન્ચ કાર્યક્રમમાં 10 મીનીટનો એક સાલ્સા ડાન્સ કરવાની છે.

સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે પોતાના પરફોર્મન્સ માટે એશ છેલ્લા બે-ત્રણ દિવસથી ડાન્સ ગુરુ સંદીપ સોપરકરના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ પણ કરી રહી છે.જો કે એશબેબી થોડા અપસેટ છે કારણ કે પતિ અભિષેક આ પ્રસંગે હાજર નહીં હોય. અભિષેક આ દરમિયાન રાકેશ મહેરાની ફિલ્મ દિલ્હીંના શુટિંગ માટે બહારગામ હશે. એવું કહેવાઈ રહ્યું છે કે એશની રીતીક સાથેની ફિલ્મ "જોધા અકબર"ના મ્યુઝિક લોન્ચ કાર્યક્રમમાં પણ અભિષેકની હાજરી નહી હોય. એશની ખુબ ઈચ્છા હતી કે અભિષેક આ ગાળામાં તેની સાથે કાર્યક્રમોમાં હાજર રહે પરંતુ લાગે છે કે દિલ્હીંનું એશ્વર્યા માટે લેટિન અમેરિકન ડાન્સ સાલ્સાનો આ બીજો અનુભવ રહેશે.

નોંધનીય છે કે એશ અને અભિષેકે 2જી નવેમ્બરે એશના જન્મદિવસની ઉજવણી માટે યોજાયેલ પાર્ટીમાં અદભૂત સાલ્સા ડાન્સ કરીને હાજર બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
અસ્વીકરણ