Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

એશ્વર્યાનો વિશ્વાસ ડગમગી ગયો

એશ્વર્યાને હવે અભી પર વધુ વિશ્વાસ નથી રહ્યો - જાણભેદુઓ


જોધા અકબરના શૂટિંગ દરમ્યાન અભિષેક બચ્ચન રાજસ્થાનના આંટાફેરા કરતો હતો અને નવરો હોય તો ત્યાં જ રોકાઈ જતો હતો, હવે ઐશ્વર્યા દ્રોણા માટે રાજસ્થાનના બિકાનેરમાં આખરી શિડયુલનું શૂટિંગ કરી રહેલા અભિષેકની સાથેને સાથે જ રહે છે તે પ્રથમ નજરે તો નવપરિણીત પતિ-પત્નીનો સ્વાભાવિક પ્રેમ અને સાથે રહેવાની મથામણ લાગે છે. પરંતુ બચ્ચન પરિવારની નજીકના જાણભેદુઓ કહે છે કે, ઉપરથી દેખાય છે તેવું હકીકતમાં નથી. આધારભૂત માહિતી પ્રમાણે ઐશ્વર્યા રાય બચ્ચન સેટ ઉપર અભિષેકની સાથે જ આવતી હતી અને તેની સાથેને સાથે જ રહેતી હતી. આખરે પાછા ફરતી વખતે પણ તે પાંચ-પંદર મિનિટ માટેય અભિને રેઢો મૂકતી નહોતી. સતત પતિની સાથે જ રહેવા પાછળ ઐશ્વર્યાના પતિપ્રેમ કરતાં પ્રિયંકા ચોપરા સાથે અભિષેકની ઘનિષ્ટતા વધુ જવાબદાર હતી.

બ્લફ માસ્ટરના શૂટિંગ વખતે અભિષેક અને પ્રિયંકા ચોપરા વચ્ચેની ઘનિષ્ટતા એટલી વધી ગઈ હતી કે, બોલીવુડમાં બંનેના લગ્નની વાતો વહેતી થઈ ગઈ હતી. ઐશ્વર્યાને જૂના સબંધો ફરી તાજા થઈ જવાની બીક છે એ તેના વર્તનથી જણાઈ આવતું હતું. દ્રોણાના સેટ ઉપર આવતાંની સાથે ઐશ્વર્યા નાના-મોટા બધાને ગુડમોર્નિંગ અને હેલો કહીને મધમીઠી મુસ્કાન આપતી હતી, પરંતુ પ્રિયંકાની સામે પણ જોતી નહોતી. સેટ ઉપર હાજર રહેલા સહુ સ્વીકારે છે કે, અભિષેક પણ ઐશ્વર્યાની હાજરી હોય ત્યારે પ્રિયંકાથી અંતર જાળવતો હતો.

ઐશ્વર્યાની અભિષેકની જૂની હિરોઈનો સાથેની શંકાશીલ વર્તણુક આ પહેલાં લાગા ચૂનરી મેં દાગના બાકીના શૂટિંગ વખતે પણ જોવા મળી હતી. સહુ જાણે છે કે બન્ટી ઔર બબલી વખતે રાની અને અભિષેક એટલા બધા ઘનિષ્ટ હતા કે, જાણે ગમે ત્યારે બંનેના લગ્ન ગોઠવાઈ જશે. જયા અને અમિતાભ પણ રાની સાથે જે વર્તન કરતા હતા તે સૂચક હતું. પછીથી કોઈ પણ કારણસર એ વાત જામી નહીં, અને ઐશ્વર્યા સાથે લગ્ન થયા પછી રાની મુખરજી સાથે અભિષેકની લાગા ચૂનરી મૈં દાગ ફિલ્મના શૂટિંગમાં પરોવાઈ ગઈ ત્યારે પણ એશ્વર્યા આ જ રીતે સેટ ઉપર હાજર રહેતી હતી. એ વખતે તો તેણે રાની વિષે અણગમાની કોમેન્ટ પણ કરી હોવાના અહેવાલ આવ્યા હતા.

ઐશ્વર્યાએ આ બાબતે પોતાની સાસુમાની ખરેખર સલાહ લેવાની જરૂર છે. જયાએ લગ્ન પછી પતિની ફિલ્મી કારકિર્દીમાં કદી પણ માથું માર્યું નહોતું. જ્યારે અમિતાભ અને રેખાની પ્રેમકહાની જગજાહેર હતી ત્યારે પણ જયાએ ગૌરવભેર મૌન જ રાખ્યું હતું. અને અંતે તેની સહનશીલતા જ જીતી ગઈ છે. ઐશ્વર્યાએ જયાની સલાહ લેવાની જરૂર છે કે પછી જયાએ જ તેને સલાહ આપી છે કે મેં કરી તેવી ભૂલ તું ન કરીશ.
અસ્વીકરણ