
સુષ્મિતાનો જન્મ-19મી નવેમ્બરે, 1975ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો હતો. સુષ્મિતાના પિતા ભારતીય વાયુદળમાં અધિકારી અને માતા શુભ્રા સેન એક સારા જવેલરી ડિઝાઈનર હતાં. સુષ્મિતાને એક ભાઈ રાજીવ અને બહેન નિલમ છે. આ ઉપરાંત સુષ્મિતા સીંગલ મધર તરીકે પણ જાણીતી છે કારણ કે તેણે વર્ષ ૨૦૦૨માં રેની નામની બાળકીને દત્તક લીધી હતી.
સુષ્મિતાનું બાળપણ -
સુષ્મિતાની માતૃભાષા બંગાળી છે. હૈદરાબાદમાં જન્મી હોવા છતાં તેનો ઉછેર દિલ્હીમાં થયો હતો. તેણે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જયુબિલી ઈન્સ્ટિટયૂટમાંથી શાળાનું શિક્ષણ લીધુ હતું. સુષ્મિતા ભલે મોડલિંગ અને ફિલ્મ દુનિયામાં આવી ગઈ પરંતુ તેની યોજના તો પત્રકારત્વમાં કારકિર્દી ઘડવાની હતી.
સુષ્મિતાનું કેરિયર -
ફકત 18 વર્ષની વયે સુષ્મિતા" મિસ ઈન્ડિયા" અને ત્યારબાદ "મિસ યુનિવર્સ" બની હતી. એ વખતે સુષ્મિતાએ એશ્વર્યાને હરાવીને "મિસ ઈન્ડિયા"નું ટાઈટલ જીત્યું હતું. સુષ્મિતા જયારે સ્પર્ધાનું ફોર્મ ભરવા આવી હતી ત્યારે તેણે ત્યાં એશ્વર્યાને પણ જોઈ હતી. એક તબકકે તો તેને મનમાં થઈ ગયું કે આવી સુંદર છોકરી હશે તો તેનો ચાન્સ કયાં લાગવાનો છે. પરંતુ તેની માતાએ તેને પ્રોત્સાહન પૂરુ પાડતા સુષ્મિતા એશ્વર્યાનો સામનો કરવા તૈયાર થઈ ગઈ અને તેણે સ્પર્ધા જીતી.
સુષ્મિતાનું ફિલ્મી કેરિયર -
બોલીવુડ ફિલ્મ દસ્તક (૧૯૯૬)થી કારકિર્દી શરૂ કરનાર સુષ્મિતાની ફિલ્મી કારકિર્દી એટલી સફળ તો નહી પરંતુ ગાડુ ગબડયા કરે તેવી રહી છે. 11 વર્ષની ફિલ્મી કારકિર્દીમા સુષ્મિતાએ દસ્તક, ઝોર, સીર્ફ તુમ, હિન્દુસ્તાન કી કસમ, બીવી નંબર વન, આગાઝ, ફીઝા, નાયક ધી રીયલ હીરો, બસ ઈતના સા ખ્વાબ હૈ, આંખે, તુમકો ના ભૂલ પાયેંગે, ફિલહાલ, સમય, પ્રાણ જાયે પર વચન ના જાયે, વાસ્તુ શાસ્ત્ર, મેં હૂં ના, પૈસા વસૂલ, ચીંગારી, મેંને પ્યાર કયું કિયા, બેવફા, કિસ્ના, રામ ગોપાલ વર્મા કી આગ જેવી ફિલ્મો કરી છે.
જયારે સુષ્મિતાએ ઘણા એવોર્ડ પણ મેળવેલા છે. જેમાં બીવી નંબર વન માટે 2000નો સર્વશ્રેષ્ઠ સહકલાકારનો ફિલ્મફેર પુરસ્કાર , સ્ટાર સ્ક્રીન તથા ઝી સેને એવોર્ડઝ મળ્યા હતાં. આ ઉપરાંત બોલિવુડમાં નોંધપાત્ર યોગદાન માટે 2006માં રાજીવ ગાંધી એવોર્ડ પણ સુષ્મિતાએ મેળવ્યો હતો.
આજના સમયે સુષ્મિતાની સમકાલીન અન્ય અભિનેત્રીઓ તેનાથી ઘણી આગળ નીકળી ગઈ છે પરંતુ સુષ્મિતાને તેનો કોઈ રંજ નથી. કારણ કે તેનુ એવું માનવું છે કે તેનો સુવર્ણ સમય હવે શરૂ થઈ રહ્યો છે.
સુષ્મિતાના જીંદગીમાં આવેલા પુરુષો -
સુષ્મિતાની જીંદગીમાં પુરુષોની અવરજવર થતી જ રહે છે. કોઈ ટકતું નથી પછી તે સંજય નારંગ હોય કે પછી અન્ય કોઈ. સુષ્મિતા બાબતે કહી શકાય કે પુરુષો સાથે સંબંધો બાબતે તે ખુબ જ સ્થિર રહે છે, પરંતુ પુરુષો સ્થિર રહી શકતા નથી.
સુષ્મિતાના લગ્ન -
લગ્ન કરવા માટે પણ કોઈ કારણ હોવું જોઈએ તેવું કહેનારી સુષ્મિતા કહે છે કે, જયારે પણ તમે પ્રેમમાં પડો ત્યારે દરેક વખતે તમને લગ્ન કરવાની અનુભૂતિ થાય તેવું જરૂરી નથી. જે મને હજૂ સુધી થઈ નથી. મારા માટે એવું નથી કે 25વર્ષના થયા કે ચલો લગ્ન કરી નાખો. પત્રકારો મને ચગાવે છે એટલા બોયફ્રેન્ડ હું બદલતી નથી. છેલ્લા કેટલાય સમયથી તેનું નામ અલગ અલગ લોકો સાથે સાંકળી દેવામાં આવ્યું છે.

લોડ થઈ રહ્યું છે...