
‘મેરે યાર કી શાદી’ થી લઈને ‘સુપરસ્ટાર’ સુધીની સફરમાં એક ચપળ અને હોશીયાર અભિનેત્રી તરીકેની સફળતા મેળવનાર તુલિપ જોશી સ્પોર્ટ્સ પર્સનાલિટી બનવા માંગતી હતી અને યશરાજે તેમને હિરોઇન બનાવી દીધી, આવો જાણીએ આ પ્રસિદ્ધ અભિનેત્રી વિશેની ખાટી મીઠી વાતો...
પ્રશ્ન. ફિલ્મી દુનિયામાં કેવી રીતે પહોચી ગયા તુલીપ ?
જવાબ. સામાન્ય રીતે બોલિવૂડમાં નવા આવવાવાળાને ઘણી સ્ટ્રગલ કરવી પડતી હોય છે. પણ ભગવાનની કૃપાથી હું સરળતાથી પસાર થઈ ગઈ અને મને ડાઈરેક્ટ યશ ચોપરાના બેનરમાં પહેલી ફિલ્મ કરવા મળી. મેરે યાર કી શાદી હૈ વખતે હું લગ્નમાં ગઈ હતી. હું દુલ્હનની સાઈડ હતી. યશ ચોપરા પણ ત્યાં દંપતીને આશીર્વાદ આપવા આવ્યા હતા. ત્યારે હું મોડેલિંગ કરતી હતી અને મને જોઈને તેણે મને સ્ક્રીન ટેસ્ટ માટે આવવા કહ્યું. ત્યાં હું પાસ થઈ ગઈ અને મને સંજનાનો રોલ કરવા મળ્યો. તે એક વિશાળ સ્વપ્ન સાચું પડયું હોય તેવું લાગતું હતું.
પ્રશ્ન. તમે ફિલ્મી હિરોઇન બનવા માગતા હતાં ?
જવાબ. ના હું હમેશાં એક સ્પોર્ટસ પર્સનાલિટી બનવા માંગતી હતી અને રાષ્ટ્રીય લેવલે એથલેટ્સમાં રમવા માંગતી હતી. પણ હું આમાં આગળ વધી શકી નહીં. ત્યારબાદ મેં મોડલિંગ ચાલુ કર્યું અને પછીનું તમારી સામે જ છે ને...
પ્રશ્ન. યશરાજ બેનરમાં હવે તમને ફરી કામ મળશે ?
જવાબ. હજી સુધી અને યશરાજ ફિલ્મ તરફથી પેલી ફિલ્મ પછી ઓફર મળી નથી. પણ મને વિશ્વાસ છે કે મને સૂટ થાય તેવો રોલ જ્યારે પણ હશે ત્યારે તે મને જરૃર બોલાવશે. હું વધારે કોર્મિશયલ ફિલ્મોમાં રસ ધરાવું છું. તેથી હું તેવી ફિલ્મ વધુ શોધું છે.
પ્રશ્ન. તમને ‘સુપરસ્ટાર’ ફિલ્મ કેવી રીતે મળી ગઇ?
જવાબ. સુપરસ્ટારના પ્રોડયુસરને મારા પહેલાનાં પરફોર્મન્સ જેમ કે માતૃભૂમિ, દીલ માંગે મોર અને બીજી બધી ફિલ્મથી અંજાઈ જઈને સુપરસ્ટાર માટે મને તરત જ ફોન કર્યો હતો. સુપરસ્ટારમાં મેં મૌસમ તરીકે ભૂમિકા ભજવી છે. જે એક પત્રકાર છે. મેં આ રોલ સ્વીકાર્યો કારણ કે આ એક ખૂબ જ ચેલેન્જિંગ રોલ છે જેવો મેં પહેલા કદી કર્યો નથી. આ ફિલ્મમાં હું અને કુનાલ બાળપણના પ્રેમી બતાવાયા છે.
પ્રશ્ન. આઈટમ સોંગસ કરતી વખતે શું તમે કમ્ફર્ટેબલ છો ?
જવાબ. હા, આઈટમ ગીતો લોકોને વધુ પસંદ હોય છે તેથી મને એવું લાગે છે કે હું કમ્ફર્ટેબલ છું.
પ્રશ્ન. તમારો સપનાનો પ્રોજેક્ટ શું છે?
જવાબ. મને લાગે છે કે હું કોઈ સ્પેસિફિક કામ શોધતી નથી. આજ સુધીમાં મેં જેટલા રોલ કર્યા છે તેણે મને અભિનય જગતમાં ખ્યાતિ મેળવી આપી છે. હું એક ચપળ અભિનેત્રી હોવાને વિવિધ રોલ કરવા માટે મહેનત કરીશ.
પ્રશ્ન. તમે ક્યારે પરણી જશો ?
જવાબ. હું મારા બોયફ્રેન્ડ કેપ્ટન વિનોદ નાવર સાથે ખૂબ ખુશ છું. એમને બંનેને હજુ અમારા કરિયરમાં ખૂબ આગળ આવવાનું છે. તેથી આટલી જલદી લગ્ન કરવાના નથી. પણ અમે આ બાબતે ગંભીર છીએ.
પ્રશ્ન. સુપરસ્ટારમાં તમારો શું રોલ છે ?
જવાબ. (હસતાં) હું એક મૌસમ નામની છોકરીનો રોલ કરું છું. જેની શરૂઆતમાં તે કોલેજમાં ભણતી હોય છે અને તેને પત્રકાર બનવું હોય છે. અને છેલ્લે તે પત્રકાર બની જાય છે.
પશ્ન. શું આજના સમયમાં "સુપરસ્ટાર" કંઈક અલગ છે અને સફલ જશે ?
જવાબ. સુપરસ્ટાર બીજી સ્ટોરી કરતાં કંઈક અલગ છે. જે તમારે જાણવા માટે જોવી પડે. અને આમ પણ બધા ડિરેક્ટર્સ પોતાના દૃષ્ટિબિંદુથી ફિલ્મ બનાવતા હોય છે તેથી તેમાં અલગતા તો હોવાની જ.
પ્રશ્ન. તમે પૂજા ભટ્ટ જેવી ફિમેલ ફિલ્મ મેકર સાથે કામ કરેલું છે તો તમને એવું લાગે છે કે મેલ ફિલ્મમેકર અભિનેત્રીઓની ડિમાન્ડની વધુ કદર કરે છે અને ચિંતા કરે છે ?
જવાબ. સામાન્ય રીતે જ્યારે ફિલ્મ બનતી હોય છે એમાં ફિલ્મ મેકર મેલ હોય કે ફિમેલ કોઈ ભેદભાવ હોતો નથી. હા, પણ મારા અનુભવ પ્રમાણે હું જ્યારે પૂજા ભટ્ટ સાથે કામ કરતી ત્યારે તે પોતે અભિનેત્રી હતી તેથી તે મને વધુ સારી રીતે સમજતી હતી અને આના લીધે મને સેટ પર કામ કરવું ખૂબ સરળ થઈ જતું હતું.
પ્રશ્ન. ચાર વર્ષમાં તમારી પહેલી ફિલ્મ ‘ધોખા’ ફ્લોપ થતા તમને દુખ થયું હતું ?
જવાબ. હા થાય જ ને. પણ એક અભિનેત્રી તરીકે એ તમારા પ્રોજેક્ટનો ભાગ હોય છે. જો કે પ્રોજેક્ટ એવો હોવો જોઈએ કે જેમાં કામ કરવાથી તમને સંતોષ પ્રાપ્ત થાય. ધોખા એવી જ ફિલ્મ હતી. પરંતુ એ ફ્લોપ ગઈ કારણ કે દર્શકોએ તેને સ્વીકારી નથી. ઘણી વખત ઘણી ફિલ્મો પાછળથી ગમતી હોય છે. તેથી એ નક્કી કરવું મુશ્કેલ છે કે આનું ભવિષ્ય કેવી કામ કરશે અને કેવું નહીં.
પ્રશ્ન. સુપરસ્ટારમાં કુનાલ ખેમુ વિશે તમારે શું કહેવું છે ?
જવાબ. પહેલા તો, એ એક સારા એવા વ્યક્તિ છે. અને એ એક સુપરસ્ટાર અભિનેતા પણ છે. મને લાગે છે કે તે સુપરસ્ટાર કહેવડાવવાને ખરેખર લાયક છે. વ્યક્તિગત રીતે હું એમની પાસેથી ઘણું શીખી છું.
પ્રશ્ન. તમારા મતે અમારે સુપરસ્ટાર શાં માટે જોવી જોઈએ ?
જવાબ. કારણ કે તે એક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ છે. અને તમને તમે ખર્ચેલા નાણાનો વ્યય થતો લાગશે નહીં.

લોડ થઈ રહ્યું છે...