Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

માન્યતાની.. ''લવર્સ લાઇક અસ''

માન્યતાની પ્રથમ એડલ્ટ્સ મુવી ''લવર્સ લાઇક અસ''


સંજુની પત્ની માન્યતાએ એડ્લ્ટ્સ મુવીમાં પણ કામ કર્યું છે.. ''લવર્સ લાઇક અસ'' તમે જોય છે.. હવે જોવી હોય તો પણ નહી મળે.. સંજ્ય દત્તની હાલની પત્ની માન્યતાની 2005માં આવેલી ફિલ્મ ''લવર્સ લાઇક અસ''ના તમામ હક્કો સંજય દત્તે ખરીદી લીધા છે. કારણ કે, આ માન્યતાની પ્રથમ ફિલ્મ હતી અને તે ફિલ્મ એડલ્ટ્સ માટેની હતી, આથી સંજુ અને તેના મિત્રો આ ફિલ્મની પાછળ પડ્યા છે. એટલું જ નહીં ફિલ્મની ડીવીડી/વીસીડી પણ બજારમાં ઉપલબ્ધ નથી કેમ કે સંજુ અને એના મિત્રોએ એ ખરીદી લીધી છે.

સારા ખાન નામની અભિનેત્રીની ફિલ્મ ‘લવર્સ લાઈક અસ’ મે ૨૦૦૫માં રિલીઝ થયેલી. સારા ખાન ઉર્ફે દિલનવાઝ શેખ ઉર્ફે દિલનશીન શેખ ઉર્ફે માન્યતા દત્તની આ ફિલ્મની ડીવીડી કે વીસીડી તમે ખરીદવા જશો તો બજારમાં એનો પત્તો નહીં ખાય.

એક કારણ એ કે આ ફિલ્મ કોઈ મોટા બજેટની કે જાણીતી સ્ટારકાસ્ટ ધરાવતી નથી. બીજું કારણ એ કે સંજય દત્ત અને એના મિત્રો બજારમાં જયાં પણ ‘લવર્સ લાઈક અસ’ની સીડી-વીસીડી મળે છે ત્યાંથી ખરીદી રહ્યા છે.

સંજુ નથી ઈરછતો કે માન્યતાની હિરોઈન તરીકેની ફિલ્મ લોકો સુધી પહોંચે. નોંધનીય છે કે માન્યતાએ પ્રકાશ ઝાની ફિલ્મ ‘ગંગાજલ’માં એક આયટમ સોંગ પણ કર્યું છે. મે ૨૦૦૫માં આવેલી ‘લવર્સ લાઈક અસ’ કયારે રિલીઝ થઈ એની કોઈને જાણ નથી. પણ સંજય દત્તે આ ફિલ્મના તમામ હક્કો રૂપિયા વીસ લાખમાં ખરીદી લીધા હોવાની ચર્ચા છે.

મે ૨૦૦૫માં રિલીઝ થયેલી ‘લવર્સ લાઈક અસ’માં માન્યતાનો હીરો હતો નિમિત વૈષ્ણવ. એક પુરુષ અને સ્ત્રી પોતપોતાના જીવનસાથીથી કંટાળી ઘર છોડી ભાગી જાય છે. આ બંને એકબીજાને મળે છે અને પ્રેમમાં પડી જાય છે.

આ ફિલ્મ માટે માન્યતાએ પોતાનું નામ સારા ખાન રાખેલું. ફિલ્મના તમામ હક્કો ખરીદયા બાદ પણ સંજુને સંતોષ નથી. એ અને એના મિત્રો બજારમાં ઉપલબ્ધ આ ફિલ્મની તમામ વીસીડી/ડીવીડી ખરીદી લેવા તત્પર છે. આ મિત્રમંડળીની મહેનત રંગ લાવી છે. કેમ કે, અત્યારે બજારમાં આ ફિલ્મની સીડી/વીસીડી મળતી નથી.

સંજય દત્ત અને માન્યતાના લગ્ન પર સતત વિવાદોના વાદળો -
બોલીવુડ અભિનેતા સંજય દત્ત અને માન્યતાના લગ્ન પર સતત વિવાદોના વાદળો ઘેરાતા રહ્યાં છે. હવે આ બંન્નેએ હિન્દુ વિધી મુજબ કરેલા લગ્ન પણ ગેરકાનુની જાહેર થઈ શકે છે. સંજય અને માન્યતાએ 11મી ફેબ્રુઆરીના રોજ હિન્દુ વિધી મુજબ લગ્ન કર્યા હતાં અને તે પહેલાં જો માન્યતાએ હિન્દુ ધર્મ અંગીકાર નહીં કર્યો હોય તો હિન્દુ વિધી મુજબ આ બંન્નેના કરવામાં આવેલા લગ્ન પણ ગેરકાનુની જાહેર થઈ શકે છે.

ખ્યાતનામ વકિલ મ્રુનાલીની દેશમુખે જણાવ્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટ અનુસાર લગ્નના સમયે યુગલ હિન્દુ હોવું જોઈએ અને તો જ આ એક્ટ હેઠળ લગ્નને કાનુની માની શકાય. સંજય અને માન્યતાએ તેમનું લગ્ન જાહેરનામું પાછું ખેંચી લેવાની અરજી ગોવા રજીસ્ટ્રાર સમક્ષ કરી હોવા છતાં પણ જો હિન્દુ વિધી મુજબ તેમના લગ્ન ગેરકાનુની જાહેર થાય તો તેઓ હિન્દુ કાયદા મુજબ પતિ-પત્ની તરીકે નહીં રહી શકે.

સંજય અને માન્યતાએ સાતમી ફેબ્રુઆરીના રોજ સબ રજીસ્ટ્રાર ચંન્દ્રકાંત પીસ્સુરલેકર સમક્ષ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ મેરેજ રજીસ્ટ્રેશન દસ્તાવેજોમાં ખોટી વિગતો આપવામાં આવી હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.
અસ્વીકરણ